STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

તારું સ્મિત જોઈને

તારું સ્મિત જોઈને

1 min
11

ફૂલો મહેકયા તારું સ્મિત જોઈને,

પંખીઓ ટહુક્યા તારું સ્મિત જોઈને.


કેવુ મનમોહક અદભુત છે સ્મિત તારું,

તારાઓ ચમક્યા તારું સ્મિત જોઈને.


કેવુ ચુંબકીય આકર્ષણ છે તારા સ્મિતમાં,

ભમરાઓ મલક્યા તારું સ્મિત જોઈને.


કેવુ અજબ ને જાદુઈ સ્મિત છે તારું !

મહેફિલમાં જામ છલકયા તારું સ્મિત જોઈને !


મોનાલીસા કરતા પણ આકર્ષક સ્મિત તારું,

પહાડો પણ થોડા ખસ્યા તારું સ્મિત જોઈને.


કેવા દિવાના બનાવી દીધા સૌને તે પ્યારમાં !

વાદળો પણ વરસ્યા તારું સ્મિત જોઈને.


કોઈ ક્યાં બાકાત છે તારા જાદુઈ સ્મિતથી !

ચાંદ સૂરજ પણ શરમાયા તારું સ્મિત જોઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy