ફૂલોનો સ્પર્શ
ફૂલોનો સ્પર્શ
ફૂલોનાં સ્પર્શે ભ્રમર પાગલ થયો,
ફૂલોનાં પ્રેમમાં એતો ઘાયલ થયો.
લાકડાને કોરતો તે ફૂલોમાં બિડાયો,
મહોબતની એજાણે મિસાલ થયો !
ફૂલોનાં સ્પર્શે સુગંધિત થયા મારા હાથ,
ફૂલોનું સર્જન કરી ખુશ છે જગતનોનાથ,
કેવો અજબ રિશ્તો છે ફૂલ અનેખુશ્બુનો,
ક્યારેય છોડતા નથી એકબીજાનો સાથ.
