STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

કેવું અલૌકિક છે એનું સર્જન !

કેવું અલૌકિક છે એનું સર્જન !

1 min
11

પ્રકૃતિના પ્રણેતાને કરું હું લાખ લાખ વંદન,

કેવું સુંદર અને કેવું અલૌકિક છે એનું સર્જન !


કેવું અદભુત, મનમોહક છે ભમરાનું ગુંજન !

જ્યાં જુવો ત્યાં થાય ખૂબસૂરતીનાં દર્શના !


કેવું સુંદર અને મનમોહક છે એનું સંગઠન !

લાગે જાણે ધરા પર થયું જન્નતનું આગમન !


જોને વેલડી કેવું આપે છે વૃક્ષને આલિંગન !

લાગે જાણે કોઈ બાળકનું માતાને ચુંબન !


કેવું અલૌકિક ,મનમોહક છે એનું સર્જન !

મારામાં ક્યાં છે તાકાત કરી શકું એનું વર્ણન !


ફૂલ ફૂલ પર ખુશ થઈ આ ભ્રમર કરે ગુંજન,

પંખીઓના મીઠા સુર ગુંજે જાણે વન વન !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy