STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

જીવનસાથી

જીવનસાથી

1 min
3

તને સમજવામાં જોને હું સાવ કાચી પડી,

નથી ચાલતું તારા વગર,મને તારી આદત પડી.


માંડ માંડ જોને તને ભૂલવાનો પ્રયાસ કરું છું,

પણ તારી યાદો આવીને મારા ગળે પડી.


આવી ગઈ હું તો પરાયા લોકોની વાતમાં,

તારા પર વિશ્વાસ કરવામાં હું કાચી પડી.


નથી ચાલતું તારા વગર ભલે તું અવગણે મને,

બેતાબ હૈયાને તારા દિદારની આદત પડી.


ચાલ સમજી લઈએ એકબીજાને આપણે,

આપણે જીવનસાથી, વિતાવીએ એકબીજા સાથે જીવનની ઘડી.


દિલની ફરિયાદો શબ્દોમાં રજૂ કરી લઈએ,

ચાલ હૈયું એક કરવા, થોડું આપણે લઈએ લડી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy