ખબર ના રહી
ખબર ના રહી
મિજાજ મારો ક્યારે બદલાઈ ગયો ખબર ના રહી,
આ હૈયાની ક્યારીમાં ક્યારે પ્રેમની કૂંપળ ફૂટી ખબર ના રહી,
સાવ બેજાન લાશ સમી હતી હું તો,
ક્યારે, કોણ પ્રાણ પૂરી ગયું ખબર ના રહી,
ખુદ મારી જાતથી પણ ખફા હતી હું તો,
પરાયા ક્યારે પોતાના થઈ ગયા ખબર ના રહી,
સાદગી પર સદા હતી હું તો બહુ કુરબાન,
ક્યારે શૃંગાર કરતી થઈ ગઈ ખબર ના રહી,
હું તો મારી જાતથી પણ અજાણ હતી સદા,
ક્યારે હું એની બની ગઈ એ ખબર ના રહી,
ખુદગરજ અને સ્વાર્થી હતી હું તો સાવ,
ક્યારે એની ફિકર કરતી થઈ ગઈ ખબર ના રહી.
