STORYMIRROR

Nency Agravat

Romance Fantasy

4  

Nency Agravat

Romance Fantasy

લાલ રંગની મજા લઈ લીધી

લાલ રંગની મજા લઈ લીધી

1 min
14

ચૂપ રહેવાની ઘણી બધી મજા લઈ લીધી.

હવે મૌન તોડી ઈશારાની સજા લઈ લીધી,


એણે ઉડાડ્યા જ્યારે પ્રેમના લાલ છાંટા યૌવન ઉપર

તો ભર વસંતે, ખરી જવાની સજા લઈ લીધી,


શમણી સાંજે જ્યારે પાથરી એણે સ્નેહની પથારી,

એ સ્થાનેથી શરમથી જલ્દી રજા લઈ લીધી,


ચૂપ રહેવાની ઘણી બધી મજા લઈ લીધી,

હવે મૌન તોડી ઈશારાની સજા લઈ લીધી,


કવિતાના શબ્દોમાં એની વણકહી વાતો લખી નાખી,

એ કાગળ સંતાડી, અમે મજબૂરીની મજા લઈ લીધી,


જયારે, રંગહીન જીવનની ફળદ્રુપતા ઉપર ચડ્યો લાલ રંગ,

એ ખાલી મેદાને પ્રેમના કુંપળે, ફૂટવાની મજા લઈ લીધી,


ચૂપ રહેવાની ઘણી બધી મજા લઈ લીધી,

હવે મૌન તોડી ઈશારાની સજા લઈ લીધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance