Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nency Agravat

Inspirational

4  

Nency Agravat

Inspirational

તો શું ?

તો શું ?

1 min
4


અંધકારની દિશામાં પડછાયો સંતાયો

તો શું, આશાના પ્રકાશ નહિ રેલવાના ?

તો રાહી, આગળ ડગ નહિ ભરવાના ?


યાદોએ રાતમાં કર્યો ઉજાગરો,

તો શું, સંધ્યાના ઓટલે નહિ સૂવાના ?

તો રાહી આગળ ડગ નહિ ભરવાના ?


સમયની રેતી હાથેથી સરકે,

તો શું, ઉરના ઈશને નહિ ઢંઢોળવાના ?

તો રાહી આગળ ડગ નહિ ભરવાના ?


ઘરનાં સબંધો ઉંબરે સુકાયા,

તો શું, બારણા ઉજાસે નહી ખોલવાના ?

તો રાહી આગળ ડગ નહિ ભરવાના ?


ચિતાના લાકડે સૂવાના સૌ લોક

તો શું, જીવન પથ પર નહીં ચાલવાના ?

તો રાહી આગળ ડગ નહિ ભરવાના ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational