કાળી રાતોની સંઘરેલી વાતો
કાળી રાતોની સંઘરેલી વાતો
એ દિવસોની હજારો વાતો
ગુમાવી બેઠા હવે, સમય સાથે નાતો
એ દિવસોની હજારો વાતો !
પૂછે જૂની તસવીર કા છૂપાવે મુજને,
ખોટી તું, કે પછી મોટી વાત કા',તો !
સંઘરી ભીતર મહીં હજાર રાતો,
એ દિવસોની હજારો વાતો !
છાની છુપાતી જેમ ચંદ્ર ઘટા ગ્રહણમાં
બસ એ જ પ્રદર્શિત મારી હાલાતો
ગુમાવી બેઠા હવે સમય સાથે નાતો
એ દિવસોની હજારો વાતો !
રેલાયા પ્રેમમાં તરબોળ ભીંજાયા,
જેમ મૃગજળ હોય તો'યે રસ્તો સુકાતો !
ડોકીયું નથી કરવું વિતેલા જમાનામાં
વળી, ઉખળશે,એ હજારો વાતો !
એ દિવસોની હજારો વાતો
ગુમાવી બેઠા હવે સમય સાથે નાતો
એ દિવસોની હજારો વાતો !
