STORYMIRROR

Nency Agravat

Others

4  

Nency Agravat

Others

મૌનની મહેફિલ

મૌનની મહેફિલ

1 min
9

મૌનની મહેફિલ સજાવી ગયા, વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા, વિના શબ્દોથી,


રૂકેલા છીએ, ઝૂકેલા છીએ, નમેલા છીએ

તો પણ આંખોમાં ખ્ટક્યા રહ્યા, વિના કંકરથી,


મૌનની મહેફિલ સજાવી ગયા, વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા, વિના શબ્દોથી,


કથળ્યું કથાનક અમારું, જ્યારે આપની સમક્ષ

ત્યારે વિના વાંકે વહેતા રહ્યાં નીર, સૂકા નેણોથી,


મૌનની મહેફિલ સજાવી ગયા વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા, વિના શબ્દોથી,


કોઈક ભાર નીચે દબાયેલા હંમેશા મહેસુસીએ,

તો' યે હવામાં ઊડતાં રહ્યાં, ધીમા ધીમા વંટોળથી,


મૌનની મહેફિલ સજાવી ગયા વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા, વિના શબ્દોથી,


માન્યું પૃથ્વી ગોળ અને વિશાળ પટ છે,

શોધો જગ્યા સંતાવા તો, સાદ આવે હૃદયના ખૂણેથી,


મૌનની મહેફિલ સજાવી ગયા, વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા, વિના શબ્દોથી,


પસાર થવું પડે જગમાં સૌને જીવતર સાગરમાં

શઢનો ભરોસો ના રહ્યો હોય તો મારો ધક્કો હલેસાથી,


મૌનની મહેફિલ સજાવી ગયા, વિના શબ્દોથી

કોરો કોરો સંવાદ કરી ગયા, વિના શબ્દોથી.


Rate this content
Log in