STORYMIRROR

Nency Agravat

Romance

4  

Nency Agravat

Romance

છે પ્રેમનો સવાલ જરાક નજીક આવ

છે પ્રેમનો સવાલ જરાક નજીક આવ

1 min
7

છે પ્રેમનો સવાલ જરાક તો નજીક આવ

છાની સંતાયેલ લાગણીઓને ડોકિયું કાઢવું,

હિંમત એકઠી કરી જરા બારણું તો ખખડાવ,


છે પ્રેમનો સવાલ જરાક તો નજીક આવ,

આંખોનો આંખોથી ખેલ થયો જૂનો હવે,

હૃદયના આભે ઊર્મિના તારલા ચમકાવ,

છે પ્રેમનો સવાલ જરાક તો નજીક આવ,


નીતિ -નિયમોને નેવે ચડાવી જરા,

કુણી કુપળો ઉપર ઝાકળ છલકાવ,

છે પ્રેમનો સવાલ જરાક તો નજીક આવ,


ખીલેલા પુષ્પો કાંઈ ફરિયાદી નથી બનતાં,

તોયે કંટકના ખોળે કેવા બેઠાં પળવાર,

છે પ્રેમનો સવાલ જરાક તો નજીક આવ,


એકાંતે એકવાર રાખી જો વિશ્વાસ,

પ્રેમમાં ભીંજવું વગર વર્ષાએ આજ,

છે પ્રેમનો સવાલ જરાક તો નજીક આવ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance