આત્મશ્લાઘા
આત્મશ્લાઘા
વળતાં વેણ કે વહેણ હોય, ઝાલી ન શકીએ હાથમાં,
અફસોસ વગર કંઈ ન વધે, તો પકડે શું કામ છોડીને ?
ઉમંગ ઉત્સાહ ભીતર વટનો, ના માહોલ જોવો લાગમાં
બસ, ત્યાં વહેમ છલકે વાણીમાં,
દાન પુણ્ય કોઈ કરીને જાય જેને ના જરૂર એ છોડી જાય,
સથવારો હોય તો સાદ પડે, ધન ભાગે વહેંચે કાખમાં,
કરું સઘળું બસ ગુપ્ત ન રાખું, ઢંઢેરો આખા ગામમાં,
બસ ત્યાં વહેમ છલકે હાથમાં,
દિલની દાતારી જોઈ લેવી, ના એકલો પીડાય દુઃખમાં,
સંબંધોને તો સોને મઢાવી, બેસાડી દીધા શો-કેસમાં,
ઊંચી નજરો ઊંચી ડોક, ચાલું એ મહોલ્લામાં,
બસ ત્યાં વહેમ છલકે આંખમાં,
બે સિક્કાને એક જ ઘંટનાદ, હાજરી રોજ મંદિરમાં,
આપ્યું સઘળું આભાર પ્રભુ, ના વિસરું એકે પળવાર,
સઘળી વિધિ, સઘળી પૂજા, શણગારું મોટાં મંડપમાં,
બસ ત્યાં વહેમ છલકે હૃદયમાં.