STORYMIRROR

Nency Agravat

Romance

3  

Nency Agravat

Romance

ખુલ્લી બારી

ખુલ્લી બારી

1 min
4

ખુલ્લી બારીનું ડોકિયું જરા ડંખી ગયું,

એ ઊડતું પતંગિયું આવી, કરડી ગયું,


ફૂલોની સોડમ ફેલાવતું એ બાગમાં,

મેઘધનુષ્યનો શ્વેત આભાસ કરતું ગયું,


સાંજનો વિસામો લઈ લેવો આ ઉંમરે,

ઈમાનદારીની શેરીમાં, એ છળી ગયું,


ખુલ્લી બારીનું ડોકિયું જરા ડંખી ગયું,

એ ઊડતું પતંગિયું આવી, કરડી ગયું,


આંખોથી પ્રેમ જો છલકે તો કહી દેવું,

ખાલી વાતોનો દોર કરી, મૌન મરડી ગયું,


જેમ, ઝાકળના ટીપાં સૂકા પાનને ભીંજવે,

એમ પાનખરે વસંત ઝૂલાવી ગયું,


ખુલ્લી બારીનું ડોકિયું જરા ડંખી ગયું,

એ ઊડતું પતંગિયું આવી, કરડી ગયું,


મળે મોકો તો જરા જોઈ લેવું બારીએ,

કદાચ, બારી બારસાખ મિલન ઝંખી ગયું,


આવ-જા કરતું ઊડતું પતંગિયું,

નીતરી કલમે, કાગળે છપાઈ ગયું,


ખુલ્લી બારીનું ડોકિયું જરા ડંખી ગયું,

એ ઊડતું પતંગિયું આવી, કરડી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance