STORYMIRROR

Nency Agravat

Romance

4  

Nency Agravat

Romance

મેં વસંત પાસેથી એક ફુલ માંગ્યુ છે

મેં વસંત પાસેથી એક ફુલ માંગ્યુ છે

1 min
13

મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,

વારંવાર ઉધારી કરી ફરી એક ઋણ માંગ્યું છે,

મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,


હતી બાગની જહોજહાલી અમારી પાસે,

તેમ છતાં, નાની કુંપળની ખોટ માટે જરા વસમું લાગ્યું છે,

ઊડતી ફૂલોની સોડમ આખા વગડાંને વીંધે,

મેં ખાલી ખોળિયા માટે ભરેલું હૈયું માંગ્યું છે,


મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,

વારંવાર ઉધારી કરી ફરી એક ઋણ માંગ્યું છે,

મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,


અમાપ આ સાગરમાં મોતીનો ખજાનો ભરેલો,

તેમ છતાં મરજીવાની આંખોમાં મોટો બળાપો હતો,

ઈચ્છાઓની બાહોમાં જોમ તો ઘણું હતું,

તો'એ તોફાનો સામે લડવા એક નાનું વહાણ માંગ્યું છે,


મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,

વારંવાર ઉધારી કરી ફરી એક ઋણ માંગ્યું છે,

મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,


ભલે બજારે ઊભા સૌ હરોળે સપના લઈને,

અમે તો સંતોષનો થેલો ભરી રાખ્યો છે,

મારા-તારાની વાતો તો બહુ થઈ હવે, 

આપણું બની રહે એવું એક નાનકડું વચન માંગ્યું છે,


મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે,

વારંવાર ઉધારી કરી ફરી એક ઋણ માંગ્યું છે,

મેં વસંત પાસેથી એક ફૂલ માંગ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance