STORYMIRROR

Nency Agravat

Inspirational

3  

Nency Agravat

Inspirational

વાદળિયો રંગ બનવું પડે

વાદળિયો રંગ બનવું પડે

1 min
6

કુદરતના ખોળે રમતો ઘણી,

દાનત રમનારની જાણવી પડે,


દરિયાદિલી ઈશ્વરની અપાર જાણી,

નિ:સ્વાર્થ જ્યોતિ જલાવવી પડે,


ઉર ઊભરે ખાળખળતા નીર,

તો ઇરછાને વ્હેણમાં પંપાળવી પડે,


ભળ્યા અનેક રંગ આકાશી ટોડલે,

વાદળિયો એક રંગ મ્હેકાવવો પડે,


મહેનત વગર ફળ ભારરૂપ લાગે,

નીતિના પાઠની સમજણ દાખવવી પડે,


ભક્તિનો મારગ બહુ સહેલો છે,

બસ, સત્યના કેડે ચાલવું પડે,


અશાંત સાગરને ઘૂઘવાતો જોવા,

શૂન્યમનસ્ક કિનારે બેસવું પડે,


કુદરતના ખોળે રમતો ઘણી,

દાનત રમનારની જાણવી પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational