STORYMIRROR

Mana Vyas

Inspirational

3  

Mana Vyas

Inspirational

સમય તો લક્કડખોદ છે

સમય તો લક્કડખોદ છે

1 min
26.1K


સમય તો લક્કડખોદ છે,

ત્રિકાળ ચિરતો ટકટક કરે

નચિંત ના ચણ પારેવા ચણે,

ને નીલ પાંખમાં ફલક ભરે.

તડકી છાંયડી આંગળી ઝાલે,

તોય મનમોર છમછમ ચાલે.

સોનેરી મીન જળમાં તરે,

યમદૂત બગલો ઝપટ મારે.

વ્હેમના ઘૂવડના ડોળા મોટા,

ઠરે સૂરજના તેજ ખોટા.

કસોટી ખરી થાય જ્યારે,

નીર ક્ષીર આતમ હંસલો ચરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational