ગ્રાન્ડ કેન્યન જોતાં
ગ્રાન્ડ કેન્યન જોતાં
1 min
26.8K
એક કરાડ ભિષણ કાળમીંઢ
કે ધરાનો ખરબચડો મિજાજ
અડગ ખડક દે આવાહન
ને ખાબકે આંધળા રવિકિરણ
ઊંડો કો જખમ લીલોછમ
કે ધરાનું વંકાયલ સ્મિત
કદી લાગે સમીરની છેડછાડથી
ફાટેલ ધરણીનો પાલવ
ઉડતી ચોગમ રંગોની છોળો
જાણે મા વસુંધરાનો ખોળો
હ્રદય ચિરાયુ લાગે ધરતીનું
સુણી સીતાનો અંતિમ આર્તપોકાર.
