STORYMIRROR

Mana Vyas

Others

2  

Mana Vyas

Others

પ્રેમ(love)

પ્રેમ(love)

1 min
13.5K


પ્રેમનું ના કદી કરીએ પીંજણ

વધાવો એને બિછાવી પાંપણ

    પ્રેમનું ના કદી કરીએ પીંજણ

એક હલકારો ,નાનો ઈશારો

નેણનો નજારો ,થાય હાશકારો

એક જ તસવીર દિલને દર્પણ

     પ્રેમનું ના કદી કરીએ પીંજણ

ત્યાં ન કોઇ ફાયદો

ત્યાં ન કોઇ કાયદો

જયાં મળે હૈયા ત્યાં

ધારો જ અલાયદો

જીવન સાથીને કરીએ અર્પણ

   પ્રેમનું ના કદી કરીએ પીંજણ...


Rate this content
Log in