તમે તો સાવ નાદાન છો
તમે તો સાવ નાદાન છો
તમે તો સાવ નાદાન છો,
મારા પ્રેમથી અનજાન છો.
તમે તો સાવ બેખબર છો,
મારા માટે તો ભગવાન છો.
તમને તો ક્યાં કશી જાણ છે !
તમે તો મારું માન સન્માન છો.
તમારા થકી હરિયાળો દિલનો બાગ,
તમે તો મારા પ્રેમાળ બાગબાન છો.
મારા પ્યારથી તમે સાવ અનજાન છો,
તમે તો જાણે નટખટ અને નાદાન છો !
મારા પ્રેમની વિરાસત ,દિલની ધડકન છો,
મારા હૈયાની સલ્તનતના તમે સુલતાન છો.
મારી આબરૂ મારી ઈજ્જત મારું માન છો,
જાણે ઈશ્વર તરફથી મળેલ કોઈ વરદાન છો.
