STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

પ્રેમ એનો પામવા મક્કમ છું

પ્રેમ એનો પામવા મક્કમ છું

1 min
17

પ્રેમ એનો પામવા હું મક્કમ છું,

એની યાદમાં પાગલ હું કાયમ છું,


યાદ તો એને કરી શકાય, જેને ભૂલ્યા હોય,

હું ક્યાં ભૂલી એને, એની યાદમાં હરદમ છું,


એક બે પળ માટેનો નહીં, જન્મોનો નાતો છે,

એને પામવા આતુર હું તો હર જનમ છું,


અલગ ક્યાં છું હું એનાથી જરા પણ,

જાણે સાગર સરિતાનો હું સંગમ છું !


દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ છું હું,

મારી સાથે હોય એ, તો હું ક્યાં કોઈથી કમ છું !


ક્યારેક રિસાઈ જાઉં છું, ક્યારેક માની જાઉં છું,

હું ક્યાં પથ્થર છું ! ફૂલની જેમ કોમલ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy