STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

મારા દર્દનો ઉપચાર

મારા દર્દનો ઉપચાર

1 min
7

આવીજા તું હદયનાં ખુલ્લા દ્વાર છે,

ઉત્સુક છું તને જોવા,કેટલી વાર છે ?


ચાલ સાથે મળી ભવસાગર પાર કરીએ,

તારા વિના તો જાણે સાવ સુનો સંસાર છે !


નિરાશાની ઊંડી ખીણમાં ગરકાવ હતી,

તારા થકી જ તો હૈયે આશાનો સંચાર છે !


તારું મિલન તો જાણે મને અવસર લાગે !

તારા થકી મારું જીવન ગુલે ગુલઝાર છે.


તને પામીને હું એટલી ધન્ય બની ગઈ છું કે

તું જાણે ઈશ્વર તરફથી મળેલ ઉપહાર છે !


તારી મુલાકાતથી બીમારી મારી ભાગી ગઈ,

તું જ જાણે મારા દરેક દર્દનો ઉપચાર છે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy