તારે નામે કર્યું લાગણીનું નગર
તારે નામે કર્યું લાગણીનું નગર
મેં તારે નામે કર્યું લાગણીનું નગર,
પણ તોયે તું તો છે સાવ બેખબર.
બેતાબ મારું આ દિલ છે તને પામવા,
મારા પ્રેમની તારા ઉપર નથી થતી અસર !
કેટલીયે ઇબાદત કરી તને પામવા માટે,
દુઆ કરવામાં મે કઈ રાખી નથી કસર !
લાખો દુઆ કરી લાખો સીજદા કર્યા,
બસ નામ તારું જપ્યું છે મે આંઠો પ્રહર.
આ દિલ જાન મે તારે નામ કર્યું છે તોયે,
ના થઈ મારા પ્રેમની તારા પર કોઈ અસર.

