STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Fantasy

4  

Aniruddhsinh Zala

Romance Fantasy

શિયાળો છલકાવે વ્હાલીની યાદો

શિયાળો છલકાવે વ્હાલીની યાદો

1 min
7

ભર શિયાળે લાગે આગ જયારે વ્હાલી યાદ આવે,

શીતળ ઠંડીમાં પણ વિરહ વ્હાલીનો હૈયે આગ લગાવે.


શિશિર ઋતુમાં ખીલ્યા બાગમાં મધુર ફૂલ, 

રસ ચૂસવા ફૂલોનો ભમરા ગાતા મીઠી ધૂન, 

ઝાકળ ભીના પાંદડા પિયુ વિના શૂનકાર બતાવે,

શીતળ ઠંડીમાં પણ વિરહ વ્હાલીનો હૈયે આગ લગાવે.


ભીની આંખોમાં ઝળકે વ્હાલીના પ્રેમનાં સ્પંદનો, 

અંતરના ઓરડે હોય ખાલીપો વ્હાલી વિનાનો, 

કોયલની મીઠી ધૂન પણ વ્હાલી વિરહમાં સતાવે,

શીતળ ઠંડીમાં પણ વિરહ વ્હાલીનો હૈયે આગ લગાવે.


ચકોર જ્યમ જોતો વાટ હું ચાંદમાં વ્હાલીની, 

હૈયે પ્રગટે મધુરી યાદો પ્રેમભરી વ્હાલીની, 

વહેતા શીતળ ઝરણાં પણ આગ વિરહની ભડકાવે. 


શીતળ શિયાળાની ઠંડી લહેરો અંગ થથરાવે, 

વિરહની આગ લાગે ભીતરે વ્હાલાની યાદ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance