બારીની બહાર
બારીની બહાર
બારીની બહાર જોઉં તો અંધારું દેખાય
અજવાળું શોધવા ક્યાં જાવું રે,
અજવાળા માટે ફાંફા અમે મારતા
તો પણ અંધારું દેખાય છે રે,
કો'કે કહ્યું કે અંતરમનમાં જુઓ
અંતરમનમાં કંઈ ના જોઉં રે,
પછી ઈશ્વરને યાદ કરીને જોઉં
મારી ભૂલો મને દેખાય છે રે,
ભૂલો સુધારવા પ્રયાસો કર્યા છે
સંબંધો મારા સુધારી લીધા રે,
અંધારુ મને અહંકારમાં દેખાતું
છતાં અહંકાર છોડી ના શક્યો રે,
કંઈક કેટલા ઋષિઓને સંતો આવ્યા
અહંકારને ના જાણી શક્યા રે,
બારીની બહાર જોઉં તો અંધારું દેખાય
અજવાળાની શોધમાં હું મથતો રે,
અજવાળું ક્યાં છે એ જાણવા છતાં
અંધારામાં ફાંફાં બધા મારતા રે,
બારીની બહાર મને અંધારું દેખાતું
અજવાળાની શોધમાં ભટકતો રે,
જાણવા છતાં અજાણ્યો બનતો
અંધારામાં કેવા અટવાતા રે.
