અમે એક ડાળનાં પંખી
અમે એક ડાળનાં પંખી
એક માળાના પંખી અમે,
મુક્ત બની વિહરીએ અમે.
તું ને હું એકબીજાનાં આધાર,
દીકરીને આપીએ વ્હાલ અપાર.
નાનો છે મારો પરિવાર પણ,
એમાં ખુશીનો નહીં પાર !!
દીકરી કે દીકરો બંને છે સમાન,
એમને આપીએ સમાન અધિકાર.
ના હોય લગીરે ભેદભાવ,
દીકરીઓ પણ નીભાવશે કુળની લાજ.
બધી ખુશીઓનો આધાર,
આ નાનકડો સંસાર....!!
આધાર એનો હિંમત આપે,
જીવનની એ તો પ્રેરણા આપે !!
નાનો પણ સુખી પરિવાર,
એવો તો આપીએ એકબીજાને,
સાથ અને સમયનો સહકાર...કે,
જરૂર ન પડે બીજાના સાથની જરાવાર !!
