ગાંધીબાપુ
ગાંધીબાપુ
દુબલા પતલા ને ચશ્મા પહેરી હાથે લાકડી ચાલે એવા શાનથી,
જેને જોઈ દુશ્મન થર થર ધ્રુજે ના ડરે કોઈથી ચાલે એવા આનથી,
ખૂબ લડી મર્દાની વો થી ઝાંસી વાલી રાની
બાપુ એ અહિંસાથી ભગાવી અંગ્રેજોને આઝાદી આણી,
ખાદી વસ્ત્ર ધરાવનાર ના કોઈ ખિસ્સા ભારી
છતાંય આજે આમ જનતાના ખિસ્સામાં છે બાપુ ભારી,
સાદુ જીવન, સત્ય ભાષા, અહિંસાના સિદ્ધાંત જગ ને આપ્યા
સત્યાગ્રહ, દાંડીકૂચ જેવી જંગના મઝલ છે જેણે કાપ્યા,
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
ભવ્ય કાવ્યરચના જેને ગાવાથી સઘળા દુઃખ તાણે રે,
બાપુના વિચારોને આજે પ્રેરણા તરીકે જગે અપનાવ્યા
મરતા બાપુએ ગોડસેને પણ જગમાં પ્રચલિત બનાવ્યા,
મોહનદાસ કરમચંદ ગાંધી દેશના નહિ જગના "બાપુ" તરીકે વખણાયા,
આજે "૧૫૦" મી જયંતી મનાવીએ "સ્ટોરીમિરર" દ્વારા હરખાયા.
