STORYMIRROR

Purvi Shah

Inspirational

3  

Purvi Shah

Inspirational

મા

મા

1 min
264

આખો સાગર નાનો લાગે, 

જ્યારે “મ"ને કાનો લાગે ત્તે "મા"

ત્રિભુવનને જે જન્મ આપે છે તે “મા”


વાઇરસ ફ્રી જેવું વ્યક્તિત્વ ધરાવે તે “મા”

સમતાનું સેનેટાઇઝ સરાવે  તે “મા”

મમતાનું માસ્ક મોઢે માંડે તે ”મા”


લાલન-પાલનથી બાળકોને દિલમાં લોકડાઉન કરે તે “મા”

વ્હાલના વાત્સલ્યથી ભરી દે તે “મા”

દુઆ જેની દવાની અસર કરે તે “મા” 


પવિત્રતાથી પૂર્ણ હોય તે “મા” 

હૈયામાં હેત ભરીને લાવે તે “મા”

અનિમેષ આંખેથી આનંદ આપે તે “મા"


પ્રેમનું પાનેતર પહેરાવે તે “મા” 

કોમળ કાળજુ ધરાવે તે “મા”

મનની ભાષાને વાચા આપે તે “મા”


અમૃત ઘેલી વાણી ઉચ્ચરે તે મા”

સમગ્ર સંસારની શાંતિ જેના ચરણે છે તે “મા”

અંતરના આશિષ વર્ષાવે તે “માં”


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational