તું અને હું
તું અને હું
વાદળો ગરજે, મેહુલો વરસે ને મોરલો નાચે,
હું પણ તારી પ્રીતિમાં ડૂબું ને વરસુ રાચે.
દુનિયાનાવી સમાચાર એમાં હું રહું વ્યસ્ત
તારી ને મારી પ્રીતી એવી જેમાં હું રહુ અલમસ્ત.
નિત્ય હું જોવું સ્ટોકના ગ્રાફ
તારા ચહેરા જેવુ નથી કોઈ ફોટોગ્રાફ.
રોજ પડે છે કોવીડ ૧૯થી ઇકોનોમી ડાઉન
તારી પ્રીતિમાં હું હંમેશા લોકડાઉન
દુનિયાઆખી કહે છે કર તું સેનેટાઈઝ,
તારી અંતરની સુવાસ મને કરે છે હીપનોટાઇઝ
રાજકારણીય મુદ્દાઓ છે મારા પ્રિય,
તારી વાતો મને છે તેથી વધુ અતિપ્રિય,
દુનિયા આખી કહે રાખ સોશ્યલ ડીસ્ટન્સ,
હું અને તું કરશું એકબીજાને આસિસ્ટન્સ!!!!