યાદગીરી
યાદગીરી

1 min

78
અઠવાડિયા પછી અઠવાડિયા આવ્યા
પખવાડિયા પછી પખવાડિયા બદલાયા,
પપ્પા તમને ગયા ને પૂરો થયો એક માસ
તમે ચાલ્યા ગયાને અધૂરો થયો ઘરનો ખૂણો ખાસ,
તમે બેસતા-ઉઠતા અને ચાલતા ત્યાં નથી તમારો સાદ
ત્યાં હવે રહી માત્ર ઝાંખી ઝાંખી તમારી યાદ,
તમે મૂક્યા છે અમ ઘરના ઓરડા સૂના સૂના
તમને જોઈ જોઈ અમે રડીએ છીએ આજે છાના છાના,
તમારા કરેલા સત્કાર્યોથી કરશું હવે તમને સાજ
બાકી શું હતું જે અમે કરશું તુમ વિણ આજ,
કરજો હંમેશા સદ્ગતિની મોજમાં રાજ
રહેજો મસ્ત મહાવિદેહની સફરમાં આજ
એ જ પ્રાર્થના અમ સહુની આપ માટે આજ.