STORYMIRROR

Purvi Shah

Inspirational

4  

Purvi Shah

Inspirational

તે ગુરુ

તે ગુરુ

1 min
122

જેને મળી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરની ઉપમા,

જેને જોયા અમે હંમેશા સાદગીભર્યા રૂપમાં,

જે વેદનાથી વેદ સુધી પહોંચાડે તે ગુરુ.

જે અજ્ઞાનથી આશ્ચર્ય સુધીની યાત્રા કરાવે તે ગુરુ,

જે ચાર્જ કરી અને પછી રિચાર્જ કરે તે ગુરુ, 

જે અ થી આ સુધીના યાત્રાના સૂત્રધાર તે ગુરુ.

જે મનના જ્ઞાતા અને નવા મનના નિર્માતા તે ગુરુ, 

જ્ઞાનની સીડી ચડાવે અને અમને અમારી ઓળખ અપાવે તે ગુરુ. 

માત્ર ભણતર નહીં પણ જીવનનું ગણતર ઓળખ અપાવે તે ગુરુ 

જીવન મેપનાછે ખરાં માર્ગદર્શક 

"સ્ટોરીમિરર" દ્વારા અમે મનાવીએ,શિક્ષક દિવસ પારદર્શક,

ભૂતકાળના સંભારણા આજે ઉથલાવ્યા અમે.

"ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ" ની જન્મ જયંતી ઊજવી અમે

કદી ના ખૂટશે શિક્ષક પ્રત્યેનો આભાર, 

અમે કરીએ આજે હળવો આ ભાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational