નારી તું નારાયણી
નારી તું નારાયણી
આજ સુધી ખૂબ સાંભળી નારીના રૂપની ભાષા
હવે કરીશું આજની નારીની ખરી પરિભાષા,
આજની નારી તને પગલે પગલે સલામ છે
વૈશ્વિક મહામારી કોરોનામાં એ દેખાય પ્રતિભાવાન છે,
ખુલ્લા નભમાં ઉડવા એ પાંખ પ્રસરાવે
થઈ આજે લોકડાઉનમાં ઘરની બારીમાંથી વ્યસ્ત રહી યાદો ફેલાવે,
ભૂલી બ્યુટી પાર્લર,ભૂલી સખીઓની વાતો,ભૂલી કિટ્ટીપાર્ટી
આજે સહુ ઘરના સદસ્યો સાથે હળી મળી રહે હાટીઁ,
શું આ છે એનો પવિત્ર નિર્મળ રંગ
કે મસ્ત બની લખે કવિતા 'સ્ટોરી મિરર' ને
સંગ,
ઘરમાં રહી કરે એ મલ્ટિટાસ્કિંગ અજોડ
સખી, પ્રેમિકા, પત્ની, માતા બની નિભાવે હર કિરદારને બેજોડ,
પ્રીતિ પટેલ, સ્મૃતિ ઇરાની, પ્રિયા દત્ત, કિરણ મજુમદાર કે હોય નીતા અંબાણી
ઘરથી રાજકારણીય મુદ્દા સુધી ઝઝૂમતી એ છે વિશ્વ પર ભારી,
ન આંકી શકીએ નારી તારા મૂલને એવી અનમોલ તું સારી
તારા કર્તવ્યને બિરદાવવા પડે ઓછા પુસ્તકના પાના ભારી,
ઈશ્વરનું અદભૂત છે આ સર્જન જેણે તે નિભાવ્યું
આજે વિશ્વભરમાં નારી દિવસ તરીકે દરેકે તેને ઉજવ્યું !