STORYMIRROR

Purvi Shah

Inspirational

4  

Purvi Shah

Inspirational

પિતાની વસમી વિદાય

પિતાની વસમી વિદાય

1 min
73

વિકટ વિરહની વસમી વેળા,

અમ અંતરમાં એક એવી વેદના 

હું છું ને બેઠો અહીંયા કહેનાર નાદ,

હવે ક્યાંય નથી તે સંવેદના.


પપ્પા પપ્પા હું કરું છાતી ઠોકીને ઓ શૂરવીર, 

મને નથી જડતા ક્યાય ઓ મારા પરમવીર,

ખેલદિલ,જિંદાદિલ અપ્રતિમ ઉદારતાની મૂર્તિ છો આપ,

સાહસી,ધૈર્ય,સહનશીલતાના ગુણથી ભરપૂર છો આપ.


તુમ વિન અમ આંગણા સુના સુના, 

ના મૂકો મમ્મીના આતમના અધૂરા ખૂણા ખૂણા,

તમારી ઘટાદાર વૃક્ષની છાયાની છે જરૂર, 

મારા વીરાને છે તમારા આધારની જરૂર.

 

દાદા દાદા પૌત્ર બોલાવે છે તમને,

એની સાથે રમવા આવો છો ને તમે,

નાતી નાના નાના પોકારે તમને, 

બસ કરો આ સંતાકૂકડીની રમત હવે આવો છો ને તમે !


પપ્પા હવે સંતાકૂકડીની રમત થઇ પૂરી, 

તમે આવો પછી ફરી શરૂ કરશું રમત આપણે અધુરી, 

પપ્પા તમે કરજો હવે આરામ ને દઈશ હું દાવ,

હવે સુખેથી મુજ ઉરે ઝુલો એ છે મારા મનોભાવ.


પપ્પા ક્યાં સમય મળ્યો બેસવાનો તુમ સંગ,

કરતા રહ્યા અમ માટે તમે શ્વાસે શ્વાસે જંગ,

પપ્પા આવો એકવાર ને આપો તમારા ખંભા,

આપના વાત્સલ્યને કાજે અમે પ્રતિક્ષા કરી એ ઉભા.


દુનિયાના શ્રેષ્ઠ પિતા તરીકેનું મારા જીવનમાં તમારું સ્થાન છે, 

તમારી પુત્રી તરીકે મળ્યો અવતાર ઈશ્વર તણું વરદાન છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational