બાપુ અને શાસ્ત્રીજી
બાપુ અને શાસ્ત્રીજી


મોહનદાસ કરમચંદ ગાંધી
મો – મોહ–માયા જેને સ્પર્શી નથી તે.
હ - હતા તે ગુજરાતનાં પનોતા પુત્ર.
ન - નથી હાર્યા એ અંગ્રેજો સામે.
દા – દાખવી હંમેશા મહાનતા.
સ - સજ્જન જેવું જેનું જીવન હતું.
ક - કરાવ્યું ભારતને આઝાદ.
ર - રહ્યા હંમેશા ટેકીલા.
મ - મહત્વ આપ્યું સાદગીને.
ચં - ચંદ્ર સમાન શીતળ.
દ - દરજ્જો મેળવ્યો રાષ્ટ્રપિતાનો.
ગાં – ગાંધી પરિવારમાં જન્મ્યા.
ધી - ધીરજ અને ટેક રાખી હંમેશા.
લાલ બહાદુર શાસ્ત્રીજી
લા – લાડકા અને લોકપ્રિય વડાપ્રધાન.
લ - લલકાર્યા દુશ્મનોને પણ.
બ - બહાદુરીનો ગુણ ધરાવતા હતાં.
હા – હાર્યા નથી ક્યારેય હિંમત.
દુ - દુ:ખોને પરિશ્રમથી દૂર કર્યા.
ર - રચનાત્મક કાર્યોને અપનાવ્યા.
શા – શાંતિ અને ભાઇચારાને ઇચ્છનારાં.
સ્ત્રી – સ્ત્રીઓને સમ્માન આપનારાં.
જી - જીવન જીવી જાણ્યું રાષ્ટ્ર કાજે.