બાપુજી
બાપુજી


જન્મારો સિદ્ધ થયાની વાત છે,
આ તો મારા બાપુના જીવનની વાત છે,
ચપટી મીઠું રાખી હાથે,
કાઢી એવી દાંડી કૂચ,
વાણી સાથે અથાગ પ્રેમ,
મીઠી વાણી, સત્ય-અહિંસા ને સાહસ,
આ તો એમના સિદ્ધાંતોની વાત છે,
હસતો ચહેરો રાખી ચાલે,
દેખી સહુ કોઈ દુશ્મન ભાગે,
જીવી જાણ્યું જીવન આખું,
નામ એવું બસ એક જ કાફી,
બાપુ સામે આ દુનિયા ફાંકી,
શબ્દાંજલિ હું અર્પું આજ,
આ છે મારા બાપુના જીવનની વાત.