આભાર ગુરુજી
આભાર ગુરુજી


કાચી માટીને કંચન બનાવ્યું
આભાર ગુરુજી.
કરતાં અવિરત પ્રયાસ ન જોયા ક્યારેય દિન કે રાત.
આભાર ગુરુજી.
અમે તો પેન્સિલ રબર નો ય રાખતાં હિસાબ.
પણ તમખ તો ખર્ચી નાખી આખી ય જાત વિના કોઈ સ્વાર્થ.
આભાર ગુરુજી.
અમે તો માંગ્યું ટીપું ને તમે તો દરિયો દઈ બેઠા.
આભાર ગુરુજી.
કરી અગણ્ય ભૂલ ને તોફાન કરતા સતત પરેશાન. &
nbsp;
છતાં ય તમે હસતા સદાય.
કદી ન આવી તમારા સ્નેહ માં ઓટ.
આજ આંગણે આપ જેવા ગુરુજીની ખોટ.
થયું આ બધું ભાન જ્યારે લીધુ આપનું સ્થાન.
શિક્ષક થઈ ને સમજાયું આજ ગુરુજી બનવું ક્યાં છે આસાન
કક્કા ને કંડારતા શીખવ્યું ને આપ્યો હરદમ સાથ મારા જીવન ને અપાવ્યું એક અલગ મુકામ
આભાર ગુરુજી.
બની ને બાળક કરી અર્પણ આખી જિંદગી.
ન જોયું નાત જાત કે સમાજ.
તમારા સમર્પણ ને શત શત નમન.
આભાર નો લાગે ભાર ત્યાં સુધી આભાર.