હોળી
હોળી
સાત રંગનાં સરનામે અમે તમને મળવા આવ્યા,
પ્રેમનાં પાલવડે બાંધી પ્રીત અમે હોળી મનાવવાનો આવ્યા
જીવન માં આવી કેટકેટલી હોળી પણ સૌથી અનોખી આ પ્રેમ ની હોળી જેમાં અંગ અંગ થયું તરબતર
રંગની આ તે કેવી ઉજાણી જીવમાં મળે જીવ જ્યારે ગાલ ને અડે હોળીનાં બહાને તારો આ સ્પર્શ ભૂલી જાય ભાન
ને ઊડે આકાશમાં મારું મન જ્યારે વાત આવે તારા સાથની હોળી કદી ય ન જાય રંગ
એવો આપણો સ્નેહ સગપણ જન્મો જન્મ માંગુ હું તને કદી ખૂટે નહીં સુખના રંગ એવી હોળીની શુભકામના અવિરત મારી તને હોળી મુબારક.

