શું હું સ્વતંત્ર થઈ ?
શું હું સ્વતંત્ર થઈ ?
દેશ તો આઝાદ થતાં થઈ ગયો પણ હું આઝાદ થઈ ?
પહેલા ય ઘર બહાર એકલા પગ ન્હોતી મૂકતી ને આજ આઝાદી ના આટલા વર્ષો બાદ પણ હું તો આજે ય ત્યાં જ ઊભી,
કાલ સુધી વડીલની બીક હતી તો આજ હવસખોરની બીક,
મને તો આઝાદી બાદ પણ મળી નહીં મુક્તિ બીકથી,
દેશ તો આઝાદ થતાં થઈ ગયો પણ હું આઝાદ થઈ ? પુરુષ પ્રધાન સમાજની વાત મોટી મોટી સ્ત્રીને ઊડવાને આપ્યું આખું આકાશ પણ આકાશ આપીને તો પાંખો કાપી લીધી,
હું ક્યાં જઈને ઊડું પિયરમાં મારું આકાશ ખોવાયું,
આઝાદી મળી પણ મારું તો અસ્તિત્વ ખોવાયું દેશ તો આઝાદ થતાં થઈ ગયો પણ હું આઝાદ થઈ ?
