હા, હું સ્ત્રી છું
હા, હું સ્ત્રી છું
નથી કોઈ મારું સરનામું કે ઓળખ તો ય દીકરા કરતાં સવાઈ છું હા હું સ્ત્રી છું.
અજવાળું હું બે ઓરડાનાં દીવાને ઘરમાં અઢળક ખુશીઓને લઈને આવું છું હા હું સ્ત્રી છું.
સદીઓથી વણઉકલ્યો કોયડો છું એમ કહો ને સ્ત્રી નામનો બંધ ઓરડો છું.
લાગણીથી લથબથ જવાબદારીથી જકડાયેલી છું.
બંધનોએ બાંધી રાખેલી અડીખમ દિવાલ છું હા હું સ્ત્રી છું.
પુરુષની નજરે પગની જૂતી દુનિયાની નજરે ઘમંડી. સૌની નજરે જુદી જુદી પંકાયેલી છું હા હું સ્ત્રી છું.
ગમતાનો કરી લઉં ગુલાલ નિભાવું બધી જ ફરજ ને સંબંધ
નથી નીકળતો પોતાના માટે જ સમય હા હું સ્ત્રી છું. હા ગૌરવવંતી નારી છું.
