હા..હું શિક્ષક છું
હા..હું શિક્ષક છું
વેકેશન ખુલ્યું ને ચિત્ત ચકડોળે ચડ્યું,
આવી ગયો એ ઉત્સાહનો દરિયો,
જેમાં ડૂબવા હું પળ- પળ તર્યો.
પ્રાર્થનાનાં સૂરો કાનમાં ગુંજતા'તા,
અમે રાત-દિવસ શાળાને ઝંખતા'તા.
આવી ગયો એ સૂરોનો દરિયો,
જેમાં ડૂબવા હું પળ-પળ તર્યો.
વર્ગખંડની મસ્તીમાં મસ્ત બનતાં,
કાગળની કશ્તીએ દુનિયા તરતાં.
આવી ગયો એ મોજીલો દરિયો,
જેમાં ડૂબવા હું પળ-પળ તર્યો.
બ્લેક બોર્ડની આકૃતિએ બ્રહ્માંડ જોતાં, પેન્સિલની અણીએ ભવિષ્ય દોરતાં.
આવી ગયો એ જ્ઞાનનો દરિયો,
જેમાં ડૂબવા હું પળ-પળ તર્યો.
શિક્ષકોની મધુર વાણીમાં ખોવાય જવાતું, લાગણીઓને જોડી એકમેક રોવાય જવાતું. આવી ગયો એ વ્હાલનો દરિયો,
જેમાં ડૂબવા હું પળ-પળ તર્યો.