હળવાશ ૧૩
હળવાશ ૧૩


હળવાશની શરણાઇઓ વાગે છે મારી આંખમાં,
જ્યાં "માં" તને સંભાળતી હું યાદની રાતમાં.
કોને ખબર કે ક્યાં ઘવાયેલી છે મારી ચેતના?
તારા જ આશીર્વાદથી મળતી નથી હું લાશમાં.
દુનિયા કહાની આશુની ક્યાં સાંભળે છે કોઇની?
તારે જ ઈશારે ખૂલે છે દરવાજા રાહના.
ઈર્ષાનું વટવૃક્ષ અહીં દરરોજ ઊગે છે ચિત્તમાં,
તારું જ શીતળતાભર્યું પાણી ટકાવે આગમાં.
આ "ચાંદ" હૈયામાં છે કંડારાયેલા દુનિયાના ઘા,
બસ તું જ આપે છે મને દરરોજ દવાઓ હાથમાં.