મારે જાવણો મારે દેશ
મારે જાવણો મારે દેશ
સૂણોજી સાજણ કહું, મારે દિલડે રી વાત,
પરાયે મુલક મી વિતે કોની રે દિન ને રાત,
થે શણગારો, વેગીલી ઊંટડી અબ રી ઘડી,
વ્હાલમજી મારે જાવણો રંગીલે દેશ ભણી,
પરાયે મુલક મી કંઈ આદર સત્કાર કોની,
તીજ ત્યોહાર રો કોઈ સાજ શણગાર કોની,
ઓ ગઢ રે ઝરુખિયે મી ચાંદલિયો ઊગ્યો,
સખી સહેલિયા સંગે દર્શન જો કરીયો,
કુટુંબ કબીલો આપણો સઘળો દેશ મી વસ્યા,
રોજીરોટી રે ચક્કર મી આપી અટે જો ફસીયા
કેર, સાંગરી, ચપરાં, ચૂરમો સંગ દાલબાટી,
રાજસ્થાન રા જીમણ ગુજરાત મી કોની,
ઘડૂલિયા પાણી'રા તળાવેસું આપી ભરસા,
વાત ઉથે જ આપી આપણે ચિતડે રી કર સા,
સૂણોજી સાજણ, હવે અટે રે'ણો જ કોની,
પરાયે મુલક મી, આપણે રે'ણો જ કોની,
જાવણો રે જાવણો મારે રંગીલે દેશ ભણી.