ઓ અમર યશ બલિદાની
ઓ અમર યશ બલિદાની
1 min
44
રણભેરી સંગ રમે જવાની
શત્રુ દેખે ત્યાં સાવજ સેનાની
વતન રટશે તારી કહાણી
ઓ અમર યશ બલિદાની
દેશદાઝની જોશીલી વાણી
સૂર્યબિંબ સમ તારી જવાની
કરે રોશન કીર્તિ કહાણી
ઓ અમર યશ બલિદાની
ડંખીલો છે આતંક વિષી
લોઅગન જ્વાળાએ રોષ ભભૂક્યો
જયહિંદ જયઘોષ રમે તોફાની
ઓ અમર યશ બલિદાની
અંતિમ દસ્તક લખી તેં શહાદત
પોઢ્યો અંગધરી ત્રિરંગી તાકત
ઝીલજે શત શત વતન સલામી
ઓ અમર યશ બલિદાની
વતન રટશે તારી કહાણી.