સધિયારો
સધિયારો


આજ મારે ઘેર હરખનાં તેડાં
આજ મારે ઘેર કંસારના આંધણ,
આજ મારે ઘેર જન્મી દીકરી હું
બન્યો ધનવાન.
દીકરીની વિદાય ટાણે પિતાને થતી લાગણી.
આજ મારે ઘેર આનંદનો અવસર
આજ મારે ઘેર દીકરીનાં લગ્નનો ઉત્સવ.
દીકરી જન્મી હું બન્યો ધનવાન
દીકરી વિદાય થતાં હું બન્યો નિર્ધન.
દીકરી પિતાને સધિયારો આપતી,
હું તો કંકુના થાપ દઈ ચાલી પિતાજી,
એને જાળવજો મારાં સંભારણા રૂપે,
તમે તો હંમેશના ધનવાન.