ગાંધી આવી મળે !
ગાંધી આવી મળે !


વાણીમાં અમૃત ઝરે પણ વેરનાં વિષ વેર્યા કરે
વાતો નીતિમત્તાની કરે પણ કપટ દાવ ખેલ્યા કરે
વહાવી ખૂન નિર્દોષોનાં વાતો મુખે અનુકંપાની કરે
હાય ! છું માનવ પણ ના લજવાવું
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?
વેશ સંન્યાસીનો ધરી, મહાભોગમાં મગ્ન થઈ મહાલ્યા કરે
જેહાદની ભાષા ગજવી, કામ જલ્લાદના જગે કરે
દઈ માનવતાની દુહાઈ, દાનવ કર્મમાં ખૂંપ્યા કરે
હાય ! કેમ ના થાવ ક્ષોભિત,
આ દુનિયામાં કેમ આમ સૌ જીવ્યા કરે?
ક્યાં સંતાયા પયગમ્બર ઓલિયા, કેમ ચૂપ છે ધર્માત્મા ?
નથી ધૃણામાં શાણપણ, કેમ આપણે ડહાપણ વીસરી ગયા
હિંસા છે અગન જ્વાળ, ભસ્માસુર શાંતીની ભસ્મ શોધે ભલા
માનવમાંથી દેવ ના થયા, પણ શાને પશુ બની રહ્યા?
હાથ જોડી પ્રાર્થુ પરમેશ્વર તને, એક ચીનગારી કોઈ ઉરે જલે
અહિંસાના માર્ગે દોરે તેવો, બીજો ગાંધી આવી મળે !