STORYMIRROR

Ramesh Patel

Inspirational

4.0  

Ramesh Patel

Inspirational

કેમ ન ગાઉં ગૌરવ થઈ ગુજરાતી

કેમ ન ગાઉં ગૌરવ થઈ ગુજરાતી

1 min
60


સાગર શાખે સપ્તખંડે અમ ખ્યાતિ, કેમ ન ગાઉં ગૌરવ, થઈ ગુજરાતી !

અમારી ગજગજ ફૂલતી છાતી. હુન્નર સભર ગુર્જર ધરા ઉર અમીરી,

પાવન અમન પ્રિય ગુર્જર ખમીરી, ટહુકતી લીલીકુંજ લહેરાતી…અમારી ગજગજ ફૂલતી છાતી. 


ત્રિસિંહ મુદ્રા અમ વતન રાષ્ટ્ર પ્રમાણી, સત્યાગ્રહી ગાંધી બન્યા વિશ્વની વાણી,

ઈતિહાસ રચે ગુર્જરી જાતી….અમારી ગજગજ ફૂલતી છાતી. 

ભારત ઐક્ય; વલ્લભ જ શિલ્પી ખ્યાતિ, વિશ્વ વિરાસત રાણકી વાવ મિરાતી,

શિલ્પ હસ્તકલા આજ હરખાતી…અમારી ગજગજ ફૂલતી છાતી. 


શ્વેત- હરિત ક્રાંતિ જનઉરે  મદમાતી, લોકકલા રમતી  સજતી મેળે ગાતી,

મૈયા નર્મદા ઐક્ય સજાતી…અમારી ગજગજ ફૂલતી છાતી. 

સર્વધર્મ સમભાવ રંગ જગકલ્યાણી, ગાશે ઉન્નતિ ગાથા જ ગુર્જર જ્ઞાની,

વિશ્વજનીન ગુર્જર ઉર સુખદાતી…અમારી ગજગજ ફૂલતી છાતી.


Rate this content
Log in