સ્વચ્છ ભારત
સ્વચ્છ ભારત


સ્વચ્છ ભારત એ અભિયાન જ ન્યારું
બાપુ ગાંધીનું સ્વપ્ન જ પ્યારું,
હાક સૂણી જાગો જ નર-નારીજન
આરોગ્યની મળી જ ચાવીગૃહ,
ગલી ને કુંજ દીસે સુચારુ,
બાપુ ગાંધીનું સ્વપ્ન જ પ્યારું
વિમલ વાયુદીર્ઘ જ આયુ,
પુનિત પર્યાવરણ છે જ મધુરું
હો જન ઉરનું જ પ્રભાતી ગાણું
નિત્ય હો, મંગલ અભિયાન ન્યારું
બાપુ ગાંધીનું સ્વપ્ન જ પ્યારું
નિર્મલ જલ સરવર સરિતા કેરું
લોકમાતા ધરે ગંગા-જલ ધારું
સ્વચ્છ સ્વચ્છ જ હો આંગણ તારું
બાપુ ગાંધીનું સ્વપ્ન જ પ્યારું
એક વરદાન જ માગે નવજાતું
સ્વચ્છ ભારત એ વિમલ ભાતું.