STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

સગપણ

સગપણ

1 min
327

લાગણીના તાંતણે બંધાય છે સગપણ.

પારસ્પરિકતાથી ઓળખાય છે સગપણ,


સંબંધ એકમેકનો પૂર્વનિર્મિત હોઈ શકે,

ગળપણથીય અધિક દેખાય છે સગપણ.


ભાવનાનો પ્રવાહ વહે છે વ્યવહારમાંને, 

અદ્રશ્ય તંતુ થકી એ બંધાય છે સગપણ.


ગેરહાજરી એકમેકની સાલતી નિરંતર, 

હાજરી થકી ખીલી જાય છે સગપણ.


હશે ૠણાનુબંધન કોઈ પૂર્વજન્મનાને, 

ક્યાંક પામે તો કદી ઘસાય છે સગપણ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational