STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

તલપ

તલપ

1 min
345

હોય જો નશાની તલપ, જીંદગી અંધકાર છે,

તલપ રાખો મહેનતની, જે સપનાને કરે સાકાર છે,


તમારી તલપ, તમારી જીંદગીની સુત્રધાર છે,

રાખો તલપ પ્રમાણિકતાની, સુખનો એ દ્રાર છે,


હોય જો મીરા સમ તલપ, ભકિત સદાબહાર છે,

તલપ હોય જો હનુમાન સમ, જીંદગીનો ટંકાર છે,


તમારી તલપ, તમારી જીંદગીની સુત્રધાર છે,

તલપ રાખો પરમતત્વની, જે સૌનો પરવરદિગાર છે,


હોય જો તલપ લાગણીની, સાહિત્યનું એ શણગાર છે,

તલપ જો હોય સંગીતની, તો જીંદગી સિતાર છે,


તમારી તલપ, તમારી જીંદગીની સુત્રધાર છે,

તલપ રાખો વિદ્યાની, જીંદગીના વિકાસનો એ વિસ્તાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational