હિંમત
હિંમત
કોઈ ના હિંમત દેશે, તારે જાતે ઉઠવું પડશે,
ઠોકર લાગે દુનિયાની તો, જાતે સંભાળવું પડશે.
લાગણી તારી વેડફી નાખી, પછી પસ્તાવું પડશે,
મોલ ના જાણે લાગણીઓનો, તારે સમજવું પડશે.
આશા ઠગારી નીવડશે તારી, તૈયાર રહેવું પડશે,
કોઈ સહારો કામ નહિ લાગે, જાતે જ આગળ વધવું પડશે.
નિરાશાઓના વાદળ ચીરી, મનમાં ઉર્જા લાવ,
જાતની મદદે જાતે આવજે, દુનિયાને હંફાવ.
મદદ કરે છે ઈશ્વર એની, જે ખુદને આગળ લાવે,
સાથ બધાનો આપોઆપ મળશે, જો થોડી હિંમત બતાવે.
