STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

4  

Dr.Riddhi Mehta

Inspirational

ફરી એક થઈ ગયાં !

ફરી એક થઈ ગયાં !

1 min
367

તું આવી જા ફરી મારી પાસે,

તો આંસુનાં દિલને ટાઢક લાગે,


ભુલો નથી થતી કોનાથી વાલમ,

નાદાની થાય ભુલ એમાં શું નાનમ,


જવાનીનાં દિવસોને હોય પૈસાનું જોમ,

પ્રેમમાં પણ નડે છે અહમનો એક ધોધ,


હવે સમજાય છે શું હોય સાજનનો સાથ,

તારાં વિના ન લાગે આજે ક્યાંય મન આજ,


થતું મન કે થઈને તારાથી થઈને અલગ,

હું જીવીશ મારી જિંદગી ખુબસુરત,


દિવસો ગયાં ને વર્ષો ગયાં,

પણ મન તો સદા એકબીજાનાં રહ્યાં,


આજે ફરી અનાયાસે ઉડતી મુલાકાત થઈ,

અમારી આંખો ફરી એકબીજામાં ભળી ગઈ,


ન રોકી શક્યાં અમે આંસુનાં ધોધને,

પ્રશ્ચાતાપના એ આંસુ રહ્યાં વહેતાં ને,

ફરી જોઈ રહ્યાં સૌ અમારા પ્રેમસંગમને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational