બલિદાન
બલિદાન
પોતાની ગમતી ચીજોનું કરવું દાન એ છે બલિદાન,
અહંકાર વગરનું જે કરાય દાન એ છે બલિદાન
એવા બલિદાન પર કુરબાન,
મર્યાદાની છે મુરત, દીકરી છે સંસ્કારોની સુરત,
પ્રાણ પ્યારી દીકરીનું કરવું કન્યાદાન
એવા બલિદાન પર કુરબાન,
સૌથી ઊંચી એની સગાઇ, ભાઇ તો હંમેશા ભાઇ,
ભાઇ માટે બધું જતું કરવાના જયાં હોય અરમાન,
એવા બલિદાન પર કુરબાન,
સેવાનું અનેરુ રુપ, ડોકટર લાગે ભગવાન સ્વરુપ,
જતી કરી રોજીંદી જીંદગી, આપે જીવન દાન
એવા બલિદાન પર કુરબાન,
દેશની આન હોય છે, સૈનિક દેશની શાન,
પોતે વ્હોરી શહીદી, આપણને આપે અભયદાન,
એવા બલિદાન પર કુરબાન.
